પ્રતિષ્ઠિત THE NEW ENGLEND JOURNAL OF MEDICINE માં થોડા
સમય પહેલા પ્રકાશિત લેખ માં જણાવવા માં આવ્યું કે કોરોના વાયરસ માનવ શરીર ની બહાર કેટલા
સમય જીવી શકે, જેમાં સ્ટીલ અને પ્લાસ્ટિક પર ૩ દિવસ જયારે તાંબા પર 4 કલાક પણ નથી રહી
શકતો
અમેરિકા ની હોસ્પિટલ માં ક્લીનીકલી
સ્ટડી મુજબ ICU માં તાંબા ના ઉપયોગ થી 97% બેકટેરિયા નષ્ટ થઇ જાય છે
તાંબુ હંમેશા થી ભારતીય સંસ્કૃતિ
નું અભિન્ન અંગ રહ્યું છે , આપણે તાંબા ના પાત્ર થી પાણી પિયે છીએ અને કાંસા ની થાળી
માં ભોજન કરીયે છીએ
પાણી ને ઘર માં રાખવા માટે નું
મોટું વિજ્ઞાન છે તેને કેવી રીતે રાખવું, કેવા
પાત્રમાં રાખવું , તેની સાથે કેવું વર્તન કરવું, પૂર્વ માં પરમ્પરા મુજબ કોઈપણ વ્યક્તિ
પાણી ને માથું નમાવ્યા વગર અડકતું પણ નહિ
કેમ કે પાણી તમારી જોડે કેવું
વર્તન કરશે તે એની ઉપર આધાર રાખે છે કે તમે પાણી સાથે કેવું વર્તન કરો છો, પાણી ની
યાદશક્તિ ઊચ્ચસ્તર ની હોય છે
પાણી ને આખી રાત અથવા ૬ કલાક
સુધી તાંબા ના પાત્ર માં રાખવું જોઈએ , જેનાથી નાની મોટી અનેક બીમારીઓ દૂર થાય છે
(અપચો, ગેસ ,માથા નો દુખાવો, માઇગ્રેઇન, માનસિક અસંતુલન, અનિંદ્રા વગેરે.... )
તમારા શરીર માં 72 % પાણી છે , તમારું પાણી સાથે નું વર્તન તમારું
જીવન મહદ અંશે સુધારી શકે છે
તમારી ભાવનાઓ પાણી વિષે ના વિચારો
તથા તેના માટે ની જાગૃકતા કે પાણી મારા માટે મુખ્ય ઘટક છે કોઈ સાધારણ વસ્તુ નથી , તે
જીવન નિર્માણ માટેની સામગ્રી છે જો તમે તેના માટે આદર અને પ્રેમ મહેસુસ કરશો તો પાણી પણ તમારી અંદર અલગ પ્રકારે વ્યવહાર કરશે
માત્ર પાણી પીવાની સાચી રીત
થી કેટલાય લોકો ની જૂની બીમારીઓ ઠીક થઇ ગઈ છે
by AKASH RATHOD

Comments
Post a Comment